શ્રી ગાયત્રી વિદ્યાલય
થરાદ, જિ.બનાસકાંઠા
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shri Gayatri Vidhyalay,B.K. | Home Page

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

શાળાએ જીવન ઘડતરનું ઉપવન છે. જે એક વિશિષ્ટ પ્રણાલી પણ છે. જયાં શિક્ષણ સાથે,સંસ્કૃતિ રક્ષણ,માનવ સભ્યતા, પ્રકૃતિ રક્ષણ ઉપરાંત સુરભી સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.શાળાની તમામ પ્રવૃતિઓથી વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં ચાલતી શૈક્ષણિક,સહ અભ્યાસ,સાંસ્કૃતિક ઉપરાંત વ્યકિત ઉત્થાન અને સમાજ ઉપયોગી પ્રવૃતિઓ સાથે મૂલ્યાંકન પધ્ધતિઓ,પર્વ પ્રસંગોની ઉજવણી,શૈક્ષણિક પ્રવાસ વગેરે જીવન ઘડતરની પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. શાળા સાથે જોડાયેલી દરેક વ્યકિત વિદ્યાર્થી,સેવકો,શિક્ષકો,આચાર્યશ્રી, ટ્રસ્ટીઓ ઉપરાંત વાલીગણમાં પણ પરિવારની ભાવનાને ઉજાગર કરવા સંસ્થાના દરેક હિતેચ્છુ મદદગાર થાય છે.

આજે શાળામાં પરંપરા મુજબ શૈક્ષણિક અનુભવોની સાથે સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં નવીન શૈક્ષણિક પધ્ધતિ,પ્રવિધિઓના ઉપયોગથી શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. આ માટે દરેક વિષય શિક્ષક સજજ બની સફળ સંચાલન કરી રહયાં છે.

અમારી શાળા બાળકોને પુસ્તકીયા જ્ઞાન માત્ર નહીં પણ બાળકના વ્યકિતત્વનો સંપૂર્ણ વિકાસ થાય તે હેતુને કેન્દ્રમાં રાખી,વિવિદ્ય પ્રવૃતિઓ – પ્રવિધિઓ વડે શિક્ષણ આપવામાં આવી રહયું છે.વર્તમાન સમયમાં માણસમાં જીવન મૂલ્યો ઝડપથી બદલાઈ રહયાં છે. ત્યારે સમાજમાં અરાજકર્તા દિવસેને દિવસે વધતી જાય છે.આવા કપરા સમયમાં શાળા જ એક એવી જગ્યા છે. જયાં બાળકમાં આદર્શ સંસ્કરોનું સિંચન કરી એક ઉતમ માનવનું નિર્માણ કરવામાં આવે છે. તેમાં અમે સહભાગી છીએ.

વર્તમાન સમયનાં શિક્ષણની સગવડો માટે સાધનો વધ્યાં મોટી ઈમારતો બની. અભ્યાસ માટે નવી ટેકનિકોનો ઉપયોગ શરૂ થયો છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો સાથે સાથે વિવિદ્ય અભ્યાસક્રમો આવ્યાં. પણ તેમાં વ્યકિતત્વ નિર્માણનું સાચું શિક્ષણ જાણે ભુલાઈ ગયું લાગે છે. ત્યારે એક સારો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને તેમની વયકક્ષા પ્રમાણે શિક્ષણ સાથે જીવન ઉપયોગી માર્ગદર્શન આપે છે. પાઠયપુસ્તકોનાં અભ્યાસ સાથે સાથે બાળકોમાં માનવીય મૂલ્યોનું વાવેતર કરી આદર્શ માનવોનું નિર્માણ કરે તે વર્તમાન સમયમાં અભ્યાસ જેટલું જ અગત્યનું છે. ત્યારે શિક્ષણ સાથે જોડાયેલ દરેક વ્યકિત જ્ઞાન પરબોનો વિસ્તાર,વિકાસ કરી તેનું જતન કરે અને આદર્શ માનવોનું નિર્માણ કરી રાષ્ટ્રની સેવાના સહભાગી બને તેની સાથે અમારી શાળા સતત પ્રયત્નશીલ છે. અમારો તો ઉદેશ્ય છે કે,

“લાયે તુમ્હારે લાલ કો, હમ ઈન્સાન બના દેગે.
દુનિયા પૂજેગી ઉસે, ઉતના મહાન બનાદેગે...”
જય ગરવી ગુજરાત
જય ભારત

આચાર્યશ્રી,શ્રી ફુલજીભાઈ એન.ચૌધરી
શ્રી ગાયત્રી વિદ્યાલય,થરાદ.

ધ્યેય કથન

અમારી શાળાનો મુખ્ય ધ્યેય બાળકોને સર્જનશીલ ક્રિયાત્મક ,સમજુ,સમાજમાં આદરરૂપ અને વ્યવહારું જીવન મૂલ્યોનું નિર્માણ કરી રાષ્ટ્રને ઉતમ નાગરિકો આપવાનો છે. જેનાથી વ્યકિત નિર્માણ કરી સમાજ અને રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે.

દ્રષ્ટિ કથન

  1. સુચારું વિચારો વડે સુચારું આચાર કરવો
  2. પોતાના સન્માન સાથે બીજાના સન્માનને ધ્યાનમાં રાખવું.
  3. વિચારો અને સંદેશાઓની સુયોગ્ય રીતે વ્યવહાર કરવો.
  4. સમાજમાં આવતા પરિવર્તનને સ્વીકારી તેમાં સહભાગી બનવું.
  5. સંસ્થાના નકકી કરેલ લક્ષ્યને પામવા સરકારશ્રી અને સ્વતંત્ર રીતે પામવાની નીતિઓ અપનાવવી.
  6. સંસ્થા આવી પડેલી દરેક પરિસ્થિતિનો હલ કરવા અને કઠિનતાને દૂર કરવાની પ્રવિધિઓ અપનાવે છે. દાત. ગરીબ બાળકોની સમસ્યા,બાળકોમાં રહેલી કુટેવો,સમાજ સુધારણા,અન્ય ક્ષેત્રે મદદરૂપ બનવા.
  7. દરેક જરૂરીયાતને ચકાસી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવે છે. સાથે તે ઉચ્ચ પરિણામ મેળવવામાં સતત પ્રયત્નશીલ રહે છે.
  8. શાળા શૈક્ષણિક કાર્યની સાથે સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરવામાં પ્રયત્નશીલ રહે છે.
  9. દરેક બાળક અને વાલી શાળા સાથે વધારે સંલગ્ન રહે તેવો આગ્રહ પ્રાથમિક છે.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrividyalayatharad.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.